← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પીડાની ભાષા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન્યૂ જર્સીમાં
મારી પૌત્રી
મને ‘ગ્રાન્ડમા’ કહે છે,
ગુજરાતી
એને ‘કૂલ’ નથી લાગતી.

હું ય
હવે ટેવાઈ ગઈ છું —
‘થૅન્ક યુ’, ‘સૉરી’,
‘લવ યુ, ડાર્લિંગ’.

ગઈ કાલે
બગીચામાં દોડતાં
એને ઠેસ વાગી,
ઘૂંટણ છોલાયું,
ને એ
જમીન પર બેસી
ચીસ પાડી ઊઠી:

‘ઓ મા…!’

ભાષા
ભુલાઈ જાય છે, બેટા,
પણ પીડા
હજી
ગુજરાતીમાં જ
બોલે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમને વાગ્યુંઆગલો લેખ →છૂટા શેર ૮૪૬૬–૮૫૦૭