પીડાની ભાષા
ન્યૂ જર્સીમાં
મારી પૌત્રી
મને ‘ગ્રાન્ડમા’ કહે છે,
ગુજરાતી
એને ‘કૂલ’ નથી લાગતી.
હું ય
હવે ટેવાઈ ગઈ છું —
‘થૅન્ક યુ’, ‘સૉરી’,
‘લવ યુ, ડાર્લિંગ’.
ગઈ કાલે
બગીચામાં દોડતાં
એને ઠેસ વાગી,
ઘૂંટણ છોલાયું,
ને એ
જમીન પર બેસી
ચીસ પાડી ઊઠી:
‘ઓ મા…!’
ભાષા
ભુલાઈ જાય છે, બેટા,
પણ પીડા
હજી
ગુજરાતીમાં જ
બોલે છે.
– પરાગ રતનપરા