← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પટોળું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદીમાનું પટોળું રે, એની ભાત ન ફાટે,
સાત સમંદર વટાવીને ય એ જ રંગ ઠાઠે.

પાટણની પોળમાં વણકર બેઠો, તાણે-વાણે ગાયું,
એક એક તારમાં ગૂંથ્યું એણે દાદીમાનું ગાણું;
હાથી, પોપટ, ફૂલ ને વેલી, હસતાં ભાતે-ભાતે…
દાદીમાનું પટોળું…

દાદીએ પહેર્યું માંડવે બેસી, બાએ પહેર્યું સીમંતે,
હવે પહેરે પૌત્રી પરદેશે, ઝળકે નવા વસંતે;
બરફ પડે ત્યાં બારી બ્હાર, ને ગરમી એના સાથે…
દાદીમાનું પટોળું…

પરાગ કહે: આ કાપડ નથી, આ પેઢીઓનો પ્રેમ,
ફાટે તો ય ના ફીટે, બેની, એવો એનો નેમ;
જ્યાં જ્યાં ઓઢે કોઈ દીકરી, ત્યાં ત્યાં ગુજરાત ઝળહળ થાતે…
દાદીમાનું પટોળું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછૂટઆગલો લેખ →ખોલ તું