← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પતંગિયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પતંગિયું
મારા હાથ પર બેઠું.
મેં મુઠ્ઠી વાળી નહીં.

દીકરાએ પૂછ્યું:
‘પકડી કેમ ન લીધું?’

મેં કહ્યું:
‘પકડું તો
પતંગિયું રહે,
પણ આ ક્ષણ ન રહે.’

એ ઊડી ગયું.

હાથ ખાલી —
પણ હથેળીમાં
આખો બગીચો
હજી ધબકે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખધુમ્મસઆગલો લેખ →વરસો પછી