← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પપ્પાનાં ચંપલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નાનો હતો ત્યારે
પપ્પાનાં ચંપલ પહેરીને
આખા ઘરમાં ફરતો.
પગ નાના, ચંપલ મોટાં —
ઠેસ વાગે,
પડી જાઉં,
પપ્પા હસે.

પપ્પા ગયા
એને આજે એક વરસ થયું.
બારણા પાસે
એમનાં ચંપલ એમ ને એમ પડ્યાં છે.

આજે અમસ્તો જ
મેં પગ નાખ્યો —
માપ બરાબર છે.

હવે ચંપલ મોટાં નથી પડતાં,
હવે રસ્તો
મોટો પડે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખડટ્ટુંઆગલો લેખ →ઊઠબેસ