← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊઠબેસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નિશાળમાં
માસ્તરે સજા કરી હતી —
‘સો ઊઠબેસ!’
કાન પકડીને
અમે રડતાં રડતાં કરી.

આજે
મહિને ત્રણ હજાર ભરીને
જિમમાં
ટ્રેનર કહે છે: ‘સો સ્ક્વૉટ્સ!’
ને હું
હસતાં હસતાં કરું છું,
ને ફોટો પાડીને
સ્ટેટસમાં મૂકું છું.

માસ્તર સાહેબ,
તમે તો મફતમાં
અમને તંદુરસ્ત બનાવતા હતા,
ને અમે
આખી જિંદગી
તમને જ
જાલિમ કહેતા રહ્યા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપપ્પાનાં ચંપલઆગલો લેખ →મુઠ્ઠીમાં ભાગ્ય