પહેલો બરફ
ટોરન્ટોમાં
આજે પહેલો બરફ પડ્યો.
હૉસ્ટેલની બારીમાંથી
મેં ફોટો પાડ્યો,
ગ્રુપમાં મૂક્યો:
‘જુઓ, સ્વર્ગ!’
મિત્રોએ લાઇક કર્યું,
કોઈએ લખ્યું: ‘નસીબદાર!’
થોડી વારે
બાનો વૉઇસ મેસેજ આવ્યો —
ફોટાની વાત જ નહીં,
બસ એટલું:
‘સ્વેટર પહેર્યું?
હાથ ઠરી જશે, મોજાં પહેરજે.
ને સાંભળ…
ગરમ ગરમ ખાજે.’
બારીની બહાર
આખું શહેર સફેદ હતું.
અંદર
મારી આંખ જ
એક એવી જગ્યા હતી
જ્યાં બરફ
ઓગળતો હતો.
– પરાગ રતનપરા