← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પગલાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દરિયાકાંઠે
રેતીમાં
બે જોડ પગલાં
સાથે સાથે ચાલતાં હતાં.

એક મોજું આવ્યું,
એક જોડ ભૂંસાઈ ગઈ.

બીજી જોડ
થોડી વાર
ત્યાં જ ઊભી રહી,
જાણે રાહ જોતી હોય.

પછી
એકલી આગળ વધી —
પણ હવે
એનાં પગલાં
થોડાં ઊંડાં પડતાં હતાં,

જાણે
બે જણનો ભાર
એકલાં ઉપાડતાં હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહોય તોઆગલો લેખ →મેઘધનુષ