← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હોય તો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંસુ મીઠું લાગશે, જો દોસ્ત સારો હોય તો,
ભાર પણ હળવો થશે, જો સાથ તારો હોય તો.

મન બટકણું છે, ઘડીમાં કાચ જેવું, તૂટશે,
સાંધવા આવે ખરો, જો હાથ પ્યારો હોય તો.

ઘાસ માથે લઈ જતી બા, ને હસીને બોલતી,
‘ચાલવું સ્હેલું, ન મનમાં કોઈ ભારો હોય તો.’

ભીડ ચાલી એક ચીલે, આંખ મીંચીને બધી,
હું જ ચાલું, જો જરા રસ્તો ય ન્યારો હોય તો.

આ પરાગે ઠોકરોથી એટલું જાણ્યું ખરું,
જીત છે સૌ હારમાં, જો કોઈ મારો હોય તો.

– પરાગ રતનપરા

#ગઝલ #મૈત્રી #સાથ #મન #જીવનબોધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #Companionship #FragileHeart #LifeWisdom #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમા બોલાવેઆગલો લેખ →પગલાં