← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પગલાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને જોવા નયન ઝંખે, તને શોધે બધે પગલાં,
ગલી સૂની, ઝરૂખો મૌન, ના ભાળું કશે પગલાં;
સવારે બાગમાં જઈને ઘણું શોધું, ઘણું ઝંખું,
ખબર છે, રાત આખી તું ધરી ગઈ ઝાકળે પગલાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસંબંધોનું ગણિતઆગલો લેખ →ફાઈલ