પડોશી
તમારું બધું આજ જાણે પડોશી,
નકામી કથાઓ ય તાણે પડોશી.
તમે કાર લીધી, ઉધારી કરીને,
જલીને, બળીને વખાણે પડોશી.
તમે બે ઝઘડતાં જરા રાતના, તો
સવારે બધે ન્યૂઝ માણે પડોશી.
તમારી દવા, દાળ, રોટી, બધુંયે
ગણે છે, તમારે જ ભાણે, પડોશી.
પરાગે ગઝલ જે લખી રાતભરમાં,
સવારે, ‘અમારી’ પિછાણે પડોશી.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #પડોશી #ગપસપ #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #NosyNeighbours #Gossip #SocietyHumour #ParagRatanpara