ચકલી, પાછી આવ
ચકલી રે ચકલી, તું પાછી આવ ને મારે ઘેર,
ખાલી ઘરમાં તારું ચીં ચીં, જાણે આખી લ્હેર.
અરીસે ચાંચો મારી, તું લડતી પોતાની સાથ,
બા હસીને દાણા વેરે, લંબાવી દેતી હાથ;
બા ગઈ, ને તું ય ગઈ, ઘર થઈ ગયું સૂનું ઠેર ઠેર…
ચકલી રે ચકલી…
પંખો ફરતો, એસી ઠંડું, બંધ બધી છે બારી,
તારે આવવા એક ઝરૂખો ના રાખ્યો મેં, પ્યારી;
કૉંક્રીટના આ જંગલમાં ક્યાં માળાની મ્હેર…
ચકલી રે ચકલી…
પરાગ કહે: મેં માટીનું કૂંડું મૂક્યું છજ્જે આજ,
પાણી ભરી, ચોખા વેરી, રાહ જોઉં છું, રાજ;
એક વાર તું આવી જા, ને ઘર થાય ફરી ઘેર…
ચકલી રે ચકલી…
– પરાગ રતનપરા