પધારો
ભલે આપ આવો, સવારે પધારો,
જમી લો, પછી ઘર ઉતારે પધારો.
તમે સાથ લાવ્યા છ ટાબર, વળી બા,
હવે ખર્ચ દેવા બજારે પધારો.
સવારે થયું બાથરૂમે જ મેળો,
હવે બ્રશ ધરીને કતારે પધારો.
થયો માસ, ને નામ લેતા ન જાવા,
અમે દ્વાર ખોલ્યું, ઇશારે પધારો.
પરાગે લખી આ ગઝલ તો મજાકે,
ફરી આવજો, સૌ વિચારે પધારો.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #મહેમાન #પરોણા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #Guests #FamilyComedy #Satire #ParagRatanpara