← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હાર્યો તોય જીત્યો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાર્યો તોય જીત્યો રે મનવા, હાર્યો તોય જીત્યો,
મઝધારે જે ડૂબ્યો એણે દરિયો આખો પીધો.

કાંઠે ઊભા લોક હસ્યા કે નાવ ગઈ તળિયે,
મેં તો મોતી વીણી લીધાં ઊંડે ઊંડે જળિયે;
તરનારાએ કાંઠો જોયો, મેં સાગર મનમાં લીધો…
હાર્યો તોય જીત્યો…

જીતનારાને તાળી મળી, હારને મળ્યું ગીત,
તાળી તો પળમાં વિખરાઈ, ગીત રહ્યું સદા જીવિત;
પડ્યો, આખડ્યો, ઊભો થયો, એ જ પાઠ મેં શીખ્યો…
હાર્યો તોય જીત્યો…

પરાગ કહે: પિંજર તોડ્યું તો પંખીને મળ્યું આભ,
કેદ થઈને જે છૂટ્યો, એનો જ સાચો લાભ;
હાર-જીતની પાર ગયો, ત્યાં રામ મળ્યો મને મીઠો…
હાર્યો તોય જીત્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપધારોઆગલો લેખ →ખરો