ખરો
તજે જે બધું, એ જ માણસ ખરો,
બળે રાતભર, એ જ ફાનસ ખરો.
જટા, ભસ્મ, માળા, ઘણો ઠાઠ છે,
ગુફામાં રહે? એ જ તાપસ ખરો?
મળે ખેતરો, ઘર, બધું વારસે,
ગુણો બાપના, એ જ વારસ ખરો.
પ્રિયા જાય, તો સાથ છોડી જશે,
વિરહમાં મરે, એ જ સારસ ખરો.
પરાગે ભળી ધૂળ પણ મ્હેકતી,
અડે ને ઘડે, એ જ પારસ ખરો.
– પરાગ રતનપરા
#ગઝલ #માણસાઈ #ત્યાગ #સંસ્કાર #સાચોમાણસ #પરાગરતનપરા
#GujaratiGhazal #TrueHuman #Renunciation #Values #Integrity #ParagRatanpara