← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાચની બંગડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાની
લીલી કાચની બંગડીઓ
રોજ રણકતી —
વલોણે, ચૂલે,
ને મારા ગાલ પર
હળવી ટપલી મારતી વખતે.

એક દિવસ
બાપુ ગયા.

બાનાં કાંડાં
ઉઘાડાં થઈ ગયાં.
તૂટેલી બંગડીના ટુકડા
મેં
માચીસની ડબ્બીમાં
સાચવી રાખ્યા.

કાચ
તૂટવા માટે જ બને છે,
લોકો કહે છે.

પણ આજેય
ડબ્બી ખખડાવું છું
તો અંદરથી
એ જ રણકાર આવે છે —
જાણે
બા હજી
વલોણું કરે છે,
ને બાપુ હજી
ઓસરીમાં બેઠા
ચા માગે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવડના છાંયડેઆગલો લેખ →પધારો