← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પડીકું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એરપોર્ટ પર
બાએ થેલીમાં મૂક્યાં:
ખાખરા,
છૂંદો,
ને એક ચપટી
આંગણાની માટી —
કાગળમાં વાળીને.

સિક્યોરિટીવાળાએ પૂછ્યું:
‘આ શું છે?’
હું શું કહું?
‘મારો દેશ.’
એણે હસીને
પડીકું પાછું આપ્યું.

વીસ વર્ષ થયાં.
ખાખરા ક્યારના પૂરા થયા,
છૂંદો પણ.

પેલું પડીકું
હજી
ખોલ્યું નથી —
ડર લાગે છે
કે ખોલીશ
તો
દેશ
ઊડી જશે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતડકે મૂકોઆગલો લેખ →નક્કી છે