← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાંદડે પાંદડે વસંત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાંદડે પાંદડે પ્રગટી રે વસંતની વાત,
કેસૂડે કેસૂડે ઝળહળી રે ફાગણની ભાત.

આંબે મ્હોર્યા મરવા ને કોયલ ટહુકે ડાળ,
ખેતરને શેઢે ઝૂલે રે સરસવનો પીળો ફાલ;
ભમરો ગુંજે ફૂલે ફૂલે, લઈ મધુરી સોગાત…
પાંદડે પાંદડે…

ગામની ગોરી ગીત ગાય, ને ઢોલ ઢબૂકે સાંજે,
છેલછબીલો ઝાંપે ઊભો, આંખે કેસર આંજે;
વાયરો વ્હાલની ચિઠ્ઠી લાવે, વાંચે આખી રાત…
પાંદડે પાંદડે…

પરાગ કહે: વસંત તો આવે, પણ જે મન ખીલે,
એ જ સાચો ફાગણ, બાકી તારીખ લટકે ખીલે;
હૈયે ફૂલ ઉગાડો, ભાઈ, પછી જુઓ કરામાત…
પાંદડે પાંદડે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબાજીઆગલો લેખ →માળો