← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊંધી થાળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મંદિરના શિખરે
સોનાનો કળશ ચડ્યો.
ગામ આખું ઊમટ્યું —
ઢોલ, શરણાઈ, ગુલાલ, પ્રસાદ.

પગથિયે બેઠેલા
એક છોકરાએ
આંખ ઝીણી કરીને
ઉપર જોયું.

સૌને કળશ દેખાયો;
એને
તડકામાં ચમકતી
એક ઊંધી મૂકેલી થાળી દેખાઈ —
જેમાં
કોઈએ કશું
પીરસ્યું નહોતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહાટે મળેઆગલો લેખ →પગલાં વિના