← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊંડાણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાન સાંભળે છે
શબ્દો.

આંખ સાંભળે છે
મૌન,
ભીની પાંપણ,
ખચકાતો હોઠ.

ને હૃદય?

હૃદય સાંભળે છે
જે ક્યારેય
કહેવાયું જ નથી —

જેમ મા
બાળક રડે
એના પહેલાં જ
જાગી જાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપનઘટેઆગલો લેખ →વસંત આવી