← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊંચકવાની રીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ ગયો
પછીના પહેલા મહિને
દુઃખ મેં બંને હાથે ઊંચક્યું —
જેમ કોઈ પાણી ભરેલું બેડું
છલકાઈ ન જાય એમ.

બીજા વર્ષે
એક હાથે ઊંચકતાં શીખી,
બીજા હાથે
દીકરાનું દફતર, શાક, વીજળીનું બિલ.

હવે દસ વર્ષ થયાં.
લોકો કહે છે:
‘તમે તો હળવાં થઈ ગયાં!’

એમને ક્યાં ખબર છે —
બેડું એટલું જ ભારે છે,
પાણી એટલું જ છલકે છે;
બસ,
મેં એને માથે મૂકીને
ચાલતાં શીખી લીધું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખચાંદલિયોઆગલો લેખ →કતારોમાં