ઓળખ
અરીસો ફૂટી ગયો.
હવે
એક ટુકડામાં
મારી આંખ છે,
બીજામાં
હોઠ,
ત્રીજામાં
અડધું કપાળ.
હું ટુકડા ગોઠવવા બેઠો —
દરેક વખતે
કોઈ નવો જ ચહેરો બને:
ક્યારેક બાપુ જેવો,
ક્યારેક દાદા જેવો,
ક્યારેક
સાવ અજાણ્યો.
આખી રાત મથ્યો.
સવારે સમજાયું:
આખો અરીસો
જે બતાવતો હતો,
એ પણ
એક ગોઠવણ જ હતી.
– પરાગ રતનપરા