નોટ પરના બાપુ
રાતે
પાકીટમાંથી
ગાંધીજી બહાર આવ્યા —
પાંચસોની નોટ પરથી.
ચશ્માં સરખાં કર્યાં,
લાકડી શોધી,
ને મને પૂછ્યું:
‘ભાઈ, આજે આ નોટ
ક્યાં ક્યાં ફરી?’
મેં કહ્યું:
‘બાપુ, સવારે લાંચમાં,
બપોરે દારૂની દુકાને,
સાંજે ચૂંટણીના ભાષણમાં.’
બાપુ ચૂપ થયા.
પછી ધીમેથી
નોટ પર પાછા જઈ બેઠા
ને મોઢું ફેરવી લીધું.
સવારે જોયું —
નોટ પર બાપુ
હજી હસતા હતા.
કદાચ
એ હાસ્ય જ
એમનો સત્યાગ્રહ છે.
– પરાગ રતનપરા