← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નોટ પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુ, તારી યાદ બસ થોડી બચી છે નોટ પર,
તોય ઝળકે મોં ઉપર મીઠી હસી છે નોટ પર.

રેંટિયો મૂક્યો કબાટે, લાકડી ખૂણે પડી,
મૂર્તિ ધૂળે ચોકમાં, પણ ઊજળી છે નોટ પર.

લાંચ લેનારો ય ચૂમે છે તને તો પ્રેમથી,
જેબમાં રાખે જતનથી, હા, ખુશી છે નોટ પર.

એક દિન ફૂલો, રજા ને પ્રાર્થનાનો ઠાઠ છે,
વર્ષભર તો એ પછી ઝાંખી છબી છે નોટ પર.

સત્ય ક્યાં છે? આ પરાગે પૂછતાં એ બોલિયા:
‘જે ગણાવે, એ જ સાચું, જે ગણી છે નોટ પર!’

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ગાંધીજી #ભ્રષ્ટાચાર #સત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Gandhi #Corruption #CurrencyNotes #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખમોરઆગલો લેખ →સારથિ