નૌજવાન
હતો એક દી’ હુંય પણ નૌજવાન,
વળી પીઠ, ખેંચેલ જાણે કમાન.
હતો હાથ મારો ય હળ પર કદી,
હથેળી ઉપર છે હજી એ નિશાન.
હતી દોડ, ને આભ ખુલ્લું હતું,
હવે ખાટલેથી ભરું છું ઉડાન.
ઘણા ઓરડા છે, ઝરૂખા ઘણા,
હવે એક ખૂણો જ મારું મકાન.
પરાગે જિવાડ્યું સુગંધી જગત,
ખરું તોય મ્હેકે અમારું જહાન.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘડપણ #યુવાની #ખેડૂત #જીવનસંધ્યા #પરાગરતનપરા
#GujaratiGhazal #OldAge #LostYouth #FarmersHands #TwilightYears #ParagRatanpara