← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નથી હોતું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રણયમાં તો કશું તારું, કશું મારું નથી હોતું,
અહીં ડાહ્યું, અહીં ખોટું, અહીં સારું નથી હોતું.

હિસાબી ચોપડે લખશો, ગણી જોશો ઉધારી તો
નયનનું નીર પણ ત્યારે કદી ખારું નથી હોતું.

નથી ગીતા, નથી વેદો, ભણી ના શાસ્ત્ર મીરાં, પણ
કનૈયા જેટલું એને કશું પ્યારું નથી હોતું.

અમે બે કોળિયા ખાધા, રહી એ સાવ ભૂખી પણ,
કહે: ‘મા છું, મને મારું કશું ન્યારું નથી હોતું.’

પરાગે ફૂલને પૂછ્યું, ‘તને શું, આમ દઈ દઈને?’
કહે: ‘દેનારના ઘરમાં ય અંધારું નથી હોતું.’

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #સમર્પણ #મીરાં #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #UnconditionalLove #Devotion #Meera #MothersLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભૂલી ગયોઆગલો લેખ →આવીશ હું