આવીશ હું
જે ઘડી તું બોલશે, એ સાદથી આવીશ હું,
કાળ વીત્યો હું નથી, બસ યાદથી આવીશ હું.
ના પવન, ના પાંખ, ના નકશો, દિશાનું ભાન ના,
વાંસળીના એક ઝીણા નાદથી આવીશ હું.
એક દીવો મૂક તું બારી ઉપર, બસ એટલું,
આંગણે ચાના પુરાણા સ્વાદથી આવીશ હું.
તું ગઝલ ગાજે કદી, જે મેં લખી'તી રાતભર,
કોઈ શ્રોતાના હૃદયની દાદથી આવીશ હું.
ફૂલ ખરશે, ડાળ સૂકાશે, છતાં પાછો પરાગ
માવડીના પાક આશીર્વાદથી આવીશ હું.
– પરાગ રતનપરા
#ગઝલ #વચન #સ્મરણ #પ્રતીક્ષા #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Promise #IWillReturn #Remembrance #EternalBond #ParagRatanpara