← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નચાવે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મને ઇચ્છા, મને સત્તા, મને પારો નચાવે છે,
કદી ઘરનો, કદી પરનો, નિયમ-ધારો નચાવે છે.

સવારે આંખ ખોલું ત્યાં, પહેલો ફોન જોઉં છું,
મને ‘લાઈક’ તણો રોજે નવો વારો નચાવે છે.

પિતાને પેટનો ખાડો, અને માને રસોડાનો,
બધાને પોતપોતાનો નિજી ભારો નચાવે છે.

તમાશો દોરડે ચાલે, બજે છે ઢોલ નીચે ત્યાં,
નટીને બાળકોનો રોજનો ચારો નચાવે છે.

પરાગે પણ ઘણું નાચી, ઘણું થાકી, ઘણું ભટકી
હવે જાણ્યું, ન મારો શ્વાસ, પણ તારો નચાવે છે.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવન #મજબૂરી #સોશિયલમીડિયા #સૂફી #પરાગરતનપરા
#GujaratiGhazal #PuppetOfLife #Compulsions #SocialMedia #DivineDancer #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅદબઆગલો લેખ →મૃત્યુનો દાખલો