અદબ
ઇશ્કના દરબારમાં જે થઈ ગયો તે ખાક છે,
ને બળીને રાખ થઈ જે, એ જ આશિક પાક છે.
શીશ ઝૂકે, આંખ ઝૂકે, ને અહમ ઝૂકે તરત,
એ અદબ વિણ પ્રેમનું તો નામ પણ નાપાક છે.
તું ઘડે કે તોડ, મારી કોઈ મરજી ક્યાં રહી?
હું ય માટી, તું ઘડૈયો, આ સમય તો ચાક છે.
સ્વર્ગની લાલચ, નરકનો ભય, ખરો વેપાર એ,
પ્રેમમાં જે ના ડરે, બસ એ જ તો બેબાક છે.
આ પરાગે ફૂલ સાથે ઓગળી જોયું, અને
‘હું’ ગયું, ને મધ થયું, ત્યાં મૃત્યુની શી ધાક છે?
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #ઇશ્ક #અહંકાર #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #SufiLove #Ishq #Surrender #EgoLess #ParagRatanpara