નારી
ઘડતાં ઘડતાં ઈશ્વર થાક્યો, ત્યારે ઘડી નારી રે,
ધરતી જેવી ધીરજ દીધી, આભ જેવી ઉદારી રે.
ચાંદનીમાંથી શીતળતા લીધી, સૂરજમાંથી તાપ,
ફૂલમાંથી કોમળતા લીધી, પથ્થરમાંથી માપ;
આંસુ સાથે સ્મિત ભેળવ્યું, ત્યારે થઈ એ ન્યારી રે…
ઘડતાં ઘડતાં…
દીકરી થઈને ઘર અજવાળે, વહુ થઈ ઘર સાચવે,
મા થઈને આખો સંસાર પોતાના ખોળે નચાવે;
પોતાનું તો નામ ભૂલી, સૌનાં નામ સંભારી રે…
ઘડતાં ઘડતાં…
પરાગ કહે: એ નમતી દેખાય, પણ નબળી ના જાણો,
જરૂર પડે તો દુર્ગા થઈને ઊભી રહે સૌ ટાણો;
એનો આદર કરે એ ઘરમાં ઈશ્વરની અસવારી રે…
ઘડતાં ઘડતાં…
– પરાગ રતનપરા