← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નાનકડો ગુરુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારે ઘેર નિશાળ ઉઘાડી નાનકડા એક ગુરુએ,
ના પોથી, ના પાટી, તોયે ભણાવે ઝીણા સુરે…

પડે, ઊઠે ને ફરી દોડે, આંસુ લૂછી હસતો,
એણે શીખવ્યું: ઠોકર તો છે ચાલવાનો રસ્તો;
હું તો વરસોથી બેઠો’તો એક જ ઠોકરને ઝૂરે…
મારે ઘેર નિશાળ…

ઝઘડે ભેરુ સાથે સવારે, સાંજે ભેગો રમતો,
ગાંઠ વાળવી શીખ્યો જ નહીં, મન રાખે છે નમતો;
અમે તો વેરને વાવ્યાં, ઉછેર્યાં ભીતર ઊંડે મૂળે…
મારે ઘેર નિશાળ…

પરાગ કહે: મેં પોથી વાંચી, પંડિત સેવ્યા ઝાઝા,
પણ આ નાનો ગુરુ શીખવે: પળમાં જીવો, રાજા!
જે ક્ષણ આવી એ જ છે ઈશ્વર, બાકી સઘળું દૂરે…
મારે ઘેર નિશાળ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવસંતની વધામણીઆગલો લેખ →દીકરી છે