મુઠ્ઠીમાં ભાગ્ય
બીજ વાવું ખેતરે, વરસાદ તો દે ઈશ્વરે,
છોડ સીંચું હાથથી, પણ રંગ તો મોસમ ભરે;
હાથમાં આપ્યાં બધાં પાનાં, છતાં સમજાય ના:
દાવ કોનો કઈ ઘડી, એ ખેલ તો કુદરત કરે.
– પરાગ રતનપરા
બીજ વાવું ખેતરે, વરસાદ તો દે ઈશ્વરે,
છોડ સીંચું હાથથી, પણ રંગ તો મોસમ ભરે;
હાથમાં આપ્યાં બધાં પાનાં, છતાં સમજાય ના:
દાવ કોનો કઈ ઘડી, એ ખેલ તો કુદરત કરે.
– પરાગ રતનપરા