← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મુઠ્ઠી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સરકારી કોઠારોમાં
ઘઉં સડે છે,
ઉંદરો તગડા થયા છે.

દરવાજે ઊભેલી ભૂખ
હજી
નમ્રતાથી
હાથ જોડીને ઊભી છે.

સાહેબો,
ધ્યાન રાખજો —
જે હાથ જોડતાં જાણે છે,
એ જ હાથ
મુઠ્ઠી વાળતાં પણ
જાણે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસિગ્નલ પર તિરંગોઆગલો લેખ →ધીમે ધીમે