← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૃત્યુને પત્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રિય મૃત્યુ,

તું આવે
ત્યારે
બારણું ખખડાવજે —
મારી બાને
અચાનક અવાજોથી
બહુ બીક લાગે છે.

આવતાં પહેલાં
થોડી રાહ જોજે,
આંગણાના લીમડા પર
આ વરસે
પહેલી વાર
એક બુલબુલે માળો બાંધ્યો છે,
ઈંડાં ફૂટે ત્યાં સુધી.

ને હા,
આવે ત્યારે
મારા ટેબલ પર
અધૂરી પડેલી
એક ગઝલ જોઈશ.
એને પૂરી કરવાની
ઉતાવળ ન કરતો.

કેટલીક ચીજો
અધૂરી રહે
તો જ
પાછળ રહેનારાને
આવવાનું
કારણ મળે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહૈયેથી ગાજેઆગલો લેખ →અક્ષરે