← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૃગજળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દિવસ ઊગે, તરત દોડું, ઝબૂકે નોટનું મૃગજળ,
હરણ થઈને સતત હાંફું, છતાં મહિનો રહે આગળ;
વરસ વીત્યાં, થયા ધોળા, તરસ તોયે નથી છીપી,
ઘરે આવી, જરા બેઠો, હતું બાના જ હાથે જળ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચર્ચા નથીઆગલો લેખ →વરસાદમાં