← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોટાભાઈ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મોટાભાઈ
આઠમું પાસ કરીને
ખેતરે ચડી ગયા.

બાપુ કહે:
‘એક જણ તો ભણવો જોઈએ.’
ને એ એક જણ
હું હતો.

શહેરની કૉલેજની ફી
કપાસના ભાવ પર નક્કી થતી.
કમોસમી વરસાદ પડે
તો મારું સત્ર
અદ્ધર લટકતું.

હું એન્જિનિયર થયો,
પછી પરદેશ.
દર દિવાળીએ
એમને ફોન કરું છું:
‘મજામાં?’
‘હા, હા, તું ખુશ રહે.’

ગયા અઠવાડિયે
એમના હાથનો ફોટો જોયો —
તિરાડો પડેલી માટી જેવો.

મારી ડિગ્રી પર
મારું નામ છપાયું છે,
પણ એનો સાચો કાગળ
એ હથેળી છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપાનખરઆગલો લેખ →થોડી આપજે