← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોરપીંછનો રંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મોરપીંછનો રંગ ચડ્યો ને ઊતર્યો આખો સંસાર,
હરિ, તમારો પ્રેમ પીધો ને ખારું લાગ્યું ખાર.

વેદ ભણ્યો, ઉપનિષદ ભણ્યો, ભણ્યો ગીતાનો સાર,
તોય ન સમજ્યો, કેમ વહે છે આંખોમાંથી ધાર;
એક મીંડું તેં દોર્યું ને થઈ ગયો ભણતર બહાર…
મોરપીંછનો રંગ ચડ્યો…

હાટ ગયો તો મોલ ન લીધો, ઘાટ ગયો તો નીર,
માળા ફેરવી ત્યાં તો ફરવા લાગ્યું આખું શરીર;
નાચું છું હું ભૂલી લજ્જા, ભૂલી સહુ ઉપચાર…
મોરપીંછનો રંગ ચડ્યો…

પરાગ કહે: આ પ્રેમરસ તો ગોળથીયે ગળ્યો,
જેણે ચાખ્યો તે તો ઘેલો, ને ઘેલો જ ફળ્યો;
વાંસળી વાગે ને વાગે છાતી કેરો તાર…
મોરપીંછનો રંગ ચડ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતોડ તુંઆગલો લેખ →ધૂણી