← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તોડ તું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ક્યાં સુધી બેસી રહે? આ ભીંત-જાળાં તોડ તું,
સોનના સળિયા ભલે, એ સોનવાળા તોડ તું.

લોક બોલે, ‘શું થશે?’ તો બોલવા દે લોકને,
તું નદી છે, રૂઢિઓના સર્વ પાળા તોડ તું.

હાથ ફેરે રોજ મણકા, ને ભટકતું મન બધે,
દંભના દોરે પરોવી, એ જ માળા તોડ તું.

અન્યના પગલે જ ચાલે, અન્યની ભાષા વદે,
છોડ પરનાં વેશ, પરનાં સૌ ય ચાળા તોડ તું.

તૂટતી જ્યારે કળી, ત્યારે જ ઊડે છે પરાગ,
મ્હેકવું હો તો કળીનાં બંધ તાળાં તોડ તું.

– પરાગ રતનપરા

#ગઝલ #મુક્તિ #આઝાદી #રૂઢિ #સ્વત્વ #પરાગરતનપરા
#GujaratiGhazal #BreakFree #Freedom #BeYourself #AgainstHypocrisy #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપનિહારીઆગલો લેખ →મોરપીંછનો રંગ