← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોરપીંછ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાનો તો ગયો રે મથુરા, મેલી ગયો એક મોરપીંછ,
જમના કાંઠે ઊભી રાધા, આંખોમાં સાંજની ભીંસ.

મોરપીંછમાં આંખ જડી છે, જાણે કાનાની આંખ,
રાતે જોઉં તો મલકે, દિવસે ફફડાવે પાંખ;
ગોપી પૂછે: ‘શું છે, રાધા?’ કેમ કહું આ રીસ…
કાનો તો ગયો રે મથુરા…

માખણ-મટકી ફૂટેલી પડી, વાંસળી રહી ગઈ મૂક,
ગાયો ઊભી ઊંચી ડોકે, આખું ગોકુળ ચૂપ;
પીંછું છાતીએ ચાંપું ત્યાં તો ઊઠે ભીતર ચીસ…
કાનો તો ગયો રે મથુરા…

પરાગ કહે: મથુરા દૂર નથી, રાધા જાણે ભેદ,
જ્યાં લગ પીંછું પાસે છે, ત્યાં લગ ક્યાં છે છેદ?
વિરહ પણ રંગીન બને, જ્યાં હોય મોરનું પીંછ…
કાનો તો ગયો રે મથુરા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઝાઝું ન માગુંઆગલો લેખ →એની દીકરી