← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૂકી દે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી જે હાથમાં, એ સૌ ફિકરનું વજન મૂકી દે,
બળે જે અન્યના સુખથી, બધી એ જલન મૂકી દે.

મળે જે રોટલો, એને પ્રસાદી જાણ ને જમજે,
નમે જે શેઠિયાના દ્વાર પર એ નમન મૂકી દે.

ગયું તે તો ગયું, એનાં સ્મરણમાં કાં રડે રોજે?
નવું આવ્યું વસંતે ફૂલ, જૂનું રુદન મૂકી દે.

જલાવા અન્યને, તેં જે ધખાવી છે સતત ભીતર,
બળે તું પણ પ્રથમ એમાં, ભલા, એ અગન મૂકી દે.

પરાગે ફૂલ થઈ ખીલી, હવાને દઈ સકળ ખુશ્બૂ,
હવે મુઠ્ઠી કસીને રાખવાનું ચલન મૂકી દે.

– પરાગ રતનપરા

#ગઝલ #સંતોષ #બોધ #જીવનદર્શન #ત્યાગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Contentment #LettingGo #LifeWisdom #InnerPeace #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનવા આંકઆગલો લેખ →નગરનો વનવાસ