← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોંઘું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જ્યારે તું દૂર હતી
ત્યારે ફોનનું બિલ
મોંઘું પડતું હતું.

હવે તું પાસે છે,
એક જ છત નીચે,
એક જ પલંગે.

ને હવે
મૌન
મોંઘું પડે છે.

દૂરતામાં
અમે રોજ
એકબીજાને શોધતાં.

નિકટતામાં
અમે રોજ
એકબીજાથી
થોડાં થોડાં
ખોવાઈ જઈએ છીએ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરાણીઆગલો લેખ →રાતભર