← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને રાણી કહું રે, મારી રાણી કહું,
ભલે મહેલ નથી, તોય રાણી કહું.

તારા કરતાં ગોરી ઘણી, ને ઊંચી ઘણી નાર,
સોને મઢેલી ને રેશમ પહેરી, ફરે શહેરની બજાર;
પણ ચૂલે ફૂંક મારતી તારી આંખોમાં મેં જે ભાળ્યું,
એ ઝળહળ જોઈને રાણી કહું…
તને રાણી કહું…

તારે ગળે નથી હીરાનો હાર, નથી માથે મુગટ,
ફાટલી સાડી, સાંધેલી ચોળી, ને પગમાં ઘસાયલ પટ;
તોય મારા આ ઝૂંપડે તું આવી, ને ઝૂંપડું રાજ થયું,
એ રાજના નામે રાણી કહું…
તને રાણી કહું…

પરાગ કહે: રાણી થવાને સિંહાસન ક્યાં જોઈએ?
જેના હૈયે બેઠાં, એ જ સિંહાસન, ભલે ને રોઈએ;
જનમોજનમ આ ઝૂંપડે આવજે, તને ફરી ફરી રાણી કહું…
તને રાણી કહું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખફ્રેમમાંઆગલો લેખ →મોંઘું