← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફ્રેમમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીંત પર બા ને પિતાની સાથ છાયા ફ્રેમમાં,
હાર સુક્કો, ધૂળ થોડી, શાંત કાયા ફ્રેમમાં.

કોણ લૂછે ધૂળ? બાળક સૌ ગયાં પરદેશમાં,
સાવ ખાલી ઘર, હવે ઘરના જ પાયા ફ્રેમમાં.

પીપળો, પાદર, નદી, ને ગાયનું એ ધણ બધું,
ગામ આખાની ભરી છે સૌ જ માયા ફ્રેમમાં.

એક છત નીચે હતાં જે, સૌ થયાં નોખાં હવે,
એક આ ફોટે હજી ભેળા પરાયા ફ્રેમમાં.

કાલ ભીંતે હું ય ટીંગાઉં, ભલે ને, ઓ પરાગ,
જોઈ લેશે કોઈ દી, મારા ય જાયા ફ્રેમમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #તસવીર #માતાપિતા #સંયુક્તકુટુંબ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #PhotoFrame #Parents #FamilyMemories #EmptyNest #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખલીંબોળીઆગલો લેખ →રાણી