મોગરો
જેઠની બળતી બપોરે, એક હાથે મોગરો,
ઝૂલતો વેણી મહીં, તારા ય માથે મોગરો.
ભરબપોરે પણ મને લાગી ન લૂ, સાચું કહું,
તું હતી, ને શ્વાસમાં તારી જ સાથે મોગરો.
આજ તું પરદેશ છે, ને ગ્રીષ્મ પણ છે આકરો,
તોય ભીડું છું હજી આ એક બાથે મોગરો.
રાધિકાએ શ્યામને ગજરો પહેરાવ્યો હતો,
દ્વારિકામાં રોજ સૂંઘ્યો ત્યાં જ નાથે મોગરો.
આ પરાગે જિંદગીની આ સફરમાં, દોસ્ત, બસ
યાદની ખુશબો ભરીને, રોજ ભાથે મોગરો.
– પરાગ રતનપરા
#ગઝલ #મોગરો #ઉનાળો #પ્રેમ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Jasmine #SummerLove #Fragrance #Remembrance #ParagRatanpara