મંચ પર
શાલ ઓઢાડી, ગળામાં ખૂબ હારો મંચ પર,
ને ગઝલ જોતી રહી ખૂણે જ વારો મંચ પર.
ભાવ ખાલી, શબ્દ ખાલી, દેશનું લીધું જ નામ,
હોલમાં તાળી પડી ને એક નારો મંચ પર.
‘બે જ શબ્દો’ બોલવાના, ને કલાકો બોલતા,
લોક ઊંઘ્યા, ને હતો તો શબ્દ-ભારો મંચ પર.
જીવતાં જેને ન પૂછ્યો કોઈએ, એનો હવે
આજ શોકે સૌ કહે છે ‘ખૂબ સારો’ મંચ પર.
આ પરાગે શાલ છોડી, ફૂલ લઈ ઘર આવતાં,
ઓસરીમાં ગીત ગાયું, એ જ પ્યારો મંચ પર.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #મુશાયરો #કવિસંમેલન #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #PoetryGatherings #Pretension #TrueVerse #ParagRatanpara