← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંજણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંજણ આંજું રે, મારા લાલને આંજણ આંજું,
કોઈની નજરું ના લાગે, એવું કાળું ટીલું માંજું.

દીવાની જ્યોતે કોડિયું ધર્યું, ઝીલી કાળી મેલી,
એ જ મેલને આંખે આંજી, આંખ્યું થઈ અલબેલી;
રૂપ જોઈ સૌ વારી જાય, ને હૈયું મારું ભાંજું…
આંજણ આંજું રે…

ગાલે ટીલું, કાને ઝૂમખું, પગમાં ઝાંઝરી ઝીણી,
મેળે લઈ જાઉં તો સૈયરું કે’, ‘લઈ જા નજરું વીણી’;
રાઈ-મીઠું ઉતારું સાંજે, સાંજે ચૂલે ગાંજું…
આંજણ આંજું રે…

પરાગ કહે: આ કાજળ નથી, આ તો માનો ડર,
અંધારું આંખે આંજી દે, તો અજવાળું ઘરઘર;
મા જેવી ચોકી કોણ કરે, એ વાત મનમાં માંજું…
આંજણ આંજું રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનહીં સાલે?આગલો લેખ →મંચ પર