રૂઝાય છે
ઘાવ ઊંડો હોય તોયે પ્રેમથી રૂઝાય છે,
ફૂંક મા મારે સવારે, નેમથી રૂઝાય છે.
દામ ખર્ચ્યા લાખ તોયે, ઊંઘ ના આવે જરા,
દર્દ દિલનું ક્યાં કદી પણ હેમથી રૂઝાય છે?
તૂટતા સંબંધને બસ જોઈએ વિશ્વાસ, દોસ્ત,
સાંકળે બાંધી શકો ના, વ્હેમથી રૂઝાય છે?
ડૉક્ટરે કીધું, ‘ઉતાવળ ના કરો, થોભો જરી,
ઘાવ સૌ ધીરજ ધરો તો ટેમથી રૂઝાય છે.’
આ પરાગે ગંધ ઢોળી ઘાવ પર સૌના, અને
દર્દ બીજાનું દુઆની ક્ષેમથી રૂઝાય છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘાવ #પ્રેમ #ધીરજ #દુઆ #પરાગરતનપરા
#GujaratiGhazal #Healing #LoveHeals #Patience #Prayers #ParagRatanpara