← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મિત્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મિત્ર
છત્રી નથી
કે વરસાદ અટકાવી દે.

મિત્ર તો એ છે,
જે તમારી સાથે
પલળવા
નીકળી પડે —

ને પછી
તમને તાવ આવે,
ત્યારે
આદુવાળો ઉકાળો પણ
એ જ બનાવે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકહી દીધુંઆગલો લેખ →પાછળ રહી ગયું