← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મ્હેણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તેં મ્હેણું માર્યું:
‘તું તો પથ્થર છે.’

હું હસ્યો.

ગામના પાદરે
જે મંદિર છે ને,
એમાં બેઠેલા ભગવાન પણ
પથ્થરના જ છે.
ફરક એટલો જ —
કોઈએ એમને
ટાંકણે ટાંકણે
ધીરજથી કોતર્યા હતા.

તું એક વાર
ટાંકણું લઈને તો આવ,
પછી જો
આ પથ્થરમાંથી
શું શું પ્રગટે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપિતાનો કોટઆગલો લેખ →સરહદ