← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેંદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એંસી વર્ષનાં દાદીએ
પૌત્રીના લગનમાં
હથેળીમાં મેંદી મુકાવી.

કરચલીઓ વચ્ચે
મેંદીનો રંગ
વાંકોચૂંકો ઊતર્યો,
જાણે સૂકી નદીમાં
અચાનક પૂર આવ્યું હોય.

સૌ હસ્યાં:
‘બા, આ ઉંમરે?’

બા કશું ન બોલ્યાં.
રાતે બધાં સૂઈ ગયાં ત્યારે
એમણે દીવાના અજવાળે
હથેળી ઊંચી કરી
ને ધીમેથી
એક નામ શોધ્યું —
સાઠ વર્ષ પહેલાં
કોઈએ છાનું લખ્યું હતું.

જીવન
રંગ ભલે ભૂલી જાય,
હથેળી
ક્યારેય ભૂલતી નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજોઈએઆગલો લેખ →જલસો કરો